Home> India
Advertisement
Prev
Next

કેરળના સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓેને પ્રવેશ આપવાનો સુપ્રીમ કોર્ટનો હુકમ

સીજેઆઇ દિપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની પીઠે આ નિર્ણય સંભળાવ્યો છે

કેરળના સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓેને પ્રવેશ આપવાનો સુપ્રીમ કોર્ટનો હુકમ

નવી દિલ્હી : કેરળના સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે મંદિરમાં તમામ મહિલાઓને પ્રવેશ આપવામાં આવે. સીજેઆઇ દિપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજોની પીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. આ ચુકાદાની તરફેણમાં ચાર જજ હતા અને એક જજ વિરોધમાં હતા. 

fallbacks

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે 'ભગવાન અયપ્પા હિંદુ હતા. તેમના ભક્તો અલગ ધર્મ ન બનાવે. એક તરફ આપણે મહિલાઓની દેવી તરીકે પૂજા કરીએ છીએ અને બીજી તરફ આ વર્તન સ્વીકાર્ય નથી. ભગવાન સાથેનો સંબંધ દૈહિક નિયમોથી નક્કી ન થઈ જશે. તમામ ભક્તોને મંદિરમાં જઈને પૂજા કરવાનો અધિકાર છે.''

આની પહેલાંની સુનાવણીમાં નાયર સર્વિસ સોસાયટી તરફથી દલીલ કરી રહેલા વકીલ કે. પરાશરણે હિંદુ ધર્મની વ્યાખ્યા કરતા કહ્યું હતું કે એમાં બધાને સમાન અધિકારી છે. તેમણે વિશેષ તર્ક રજૂ કરતા કહ્યું હતું કે કેરળમાં 90 ટકા કરતા વધારે લોકો શિક્ષિત છે અને સમાજ માતૃપ્રધાન છે. હિંદુ ધર્મને સૌથી સહિષ્ણુ ગણાવીને કે. પરાશરણે કહ્યું હતું કે હિંદુ નિયમ, કાયદા અને પરંપરા ભેદભાવ નથી કરતા. સતી પ્રથાનો હિંદુ ધર્મ અને આસ્થામાં કોઈ આધાર નથી. 

સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ વર્જિત છે અને 15 વર્ષ કરતા વધારે વયની છોકરીઓ અને મહિલાઓ મંદિરમાં નથી જઈ શકતી. આ મંદિરમાં માત્ર નાની બાળકીઓ અને વૃદ્ધ મહિલાઓ જ પ્રવેશ કરી શકે છે. માન્યતા છે કે ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા અને એટલે આવો નિયમ છે. સબરીમાલા મંદિરમાં દર વર્ષે નવેમ્બરથી જાન્યુઆરી સુધી શ્રદ્ધાળુ અયપ્પા ભગવાનના દર્શન કરવા આવી શકે છે અને બાકીનો સમય મંદિર સામાન્ય ભક્તો માટે બંધ રહે છે. ભગવાન અયપ્પાના ભક્તો માટે મકરસંક્રાતિનો દિવસ ખાસ હોય છે અને એટલે આ દિવસે સૌથી વધારે ભક્તો અહીં પહોંચે છે. 

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More